ઓગસ્ટ 5, 2024 8:07 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:07 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના પરિસરમાં પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યાએ સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો છે. જય સોમનાથના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે ૩૦ દિવસના અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. તેમ જ શ્રાવણની પ્રથમ...