ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM)

views 8

શ્રમ અને રોજગાર મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા

શ્રમ અને રોજગાર મંત્રાલયે રાષ્ટ્રીય કારકિર્દી સેવા -NCS પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ કરારથી દર વર્ષે NCS માં 1.25 લાખ આંતરરાષ્ટ્રીય ખાલી જગ્યાઓ અને 10 લાખથી વધુ સ્થાનિક ખાલી જગ્યાઓ વિશે માહિતી મળવાની અપેક્ષા છે. તેમણે એમ પણ કહ્યું કે, 40 લાખથી વધુ નોકરીદાતાઓ નોંધાયેલા છે. આ પોર્ટલે તેની શ...

નવેમ્બર 28, 2024 1:58 પી એમ(PM) નવેમ્બર 28, 2024 1:58 પી એમ(PM)

views 6

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ - ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે. આજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે, આ યોજનાના અમલથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આ સમાવેશીકરણથી કર્મચારીઓને દેશભરમાં ગુણવત્તાયુક્ત અને વ્યાપક તબીબી સંભાળ પ્રદાન કરાશે. કર્મચારીઓ દેશભરમાં 30 હજારથી વધુ AB-PMJAY સાથે સંકાળા...

સપ્ટેમ્બર 3, 2024 8:06 પી એમ(PM) સપ્ટેમ્બર 3, 2024 8:06 પી એમ(PM)

views 6

શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી

શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી છે. મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને પરપ્રાંતિયો, બાંધકામ ક્ષેત્ર, બીડી શ્રમિકો, સિનેમા ક્ષેત્રનાં કર્મચારીઓ, કોલસા સિવાયની ખાણોનાં શ્રમિકો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોને પણ આવાસ યોજનામાં સમાવવા વિનંતી કરી છે. માન્ય લાભાર્થીઓને બે કરોડ વધારાના મકાનો પૂરાં પાડવાના હેતુથી વધુ પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ લંબાવવાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીને ...