જૂન 25, 2024 4:08 પી એમ(PM) જૂન 25, 2024 4:08 પી એમ(PM)

views 6

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ટકા રાજ્ય સરકારના ફાળાથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સાધન-સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શાળા પ્રવેશોત્સવ વખતે જ બાળકને ગણવેશ મળે...