ફેબ્રુવારી 20, 2025 7:15 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:15 પી એમ(PM)
2
નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે
નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે. ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી, રાજપીપળા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાશે. દરમિયાન વિદ્યાર્થીઓ, સાહિત્યરસીકો માતૃભાષા પ્રત્યે સજાગ બને, માતૃભાષાનું મહત્વ સમજે એ માટે મુખ્યમંત્રી અને અકાદમી અધ્યક્ષનું માતૃભાષા ગૌરવ અંગેનો સંદેશ લોકો સુધી પહોંચાડાશે. તેમજ મારાં હસ્તાક્ષર, મારી માતૃભાષામાં અભિયાન ચલાવાશે.