જાન્યુઆરી 21, 2025 8:14 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 8:14 પી એમ(PM)
2
વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ખસી જવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને ડબલ્યુ એચઓના વડાએ દુઃખદ ગણાવ્યો
અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રના વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી જવાના આદેશ અંગે WHO ના વડા ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અમેરિકાના સંસ્થામાંથી ખસી જવાના નિર્ણય પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે. ડૉ. ટેડ્રોસે સ્થાપક સભ્ય અને WHO ના મિશનમાં મુખ્ય યોગદાન આપનાર તરીકે અમેરિકાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વર્તમાન સહભાગીતાને જાળવી રાખવા માટે રચનાત્મક સંવાદ માટે હાકલ કરી છે, અમેરિકાના આ નિર્ણય અંગે પ્રતિક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ક...