જાન્યુઆરી 31, 2025 2:50 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:50 પી એમ(PM)

views 7

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે ફક્ત 4 દિવસ બાકી છે, ત્યારે શહેરમાં રોડ શો, રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો માહોલ છે. તમામ પક્ષો અને ઉમેદવારો રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દ્વારકા વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બિહા...

ડિસેમ્બર 17, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:51 એ એમ (AM)

views 9

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. આ સમિતિ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો કાળો ડુંગર, રોડ ટુ હેવન, દતાત્રેય મંદિર, ધોરડો ટેન્ટ સિટી, ધોળાવીરા-વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ – તોરલની સમાધિની મુલાકાત લેશે.

નવેમ્બર 27, 2024 3:19 પી એમ(PM) નવેમ્બર 27, 2024 3:19 પી એમ(PM)

views 7

સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી

સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ સહિત ધારાસભ્યો અને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 25

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે...

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 74

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jm...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 5

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.

નવેમ્બર 12, 2024 9:50 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:50 એ એમ (AM)

views 5

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. ત્યારે ગઇકાલે સાંજે ચૂંટણી પ્રચાર પડધમ શાંત થયા છે. આ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે ઉમેદવારો હવે ડોર – ટુ – ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં વિજયી થતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે જંગ છે. આવતીકાલે થનાર મતદાનની મતગણતરી 23 નવેમ્બરે યોજાશે.

નવેમ્બર 12, 2024 9:34 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:34 એ એમ (AM)

views 3

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા છે. ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ મતદારોને રિઝવવા માટે મહેનત કરી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, આ બેઠક પર કુલ 10 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ ભાજપના સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ છે. વાવ બેઠક માટે આવતીકાલે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરાશે.

ઓક્ટોબર 17, 2024 4:11 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 4:11 પી એમ(PM)

views 10

ગુજરાત વિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા અદાલત હવે પેપરલેસ બની

ગુજરાત વિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા અદાલત હવે પેપરલેસ બની છે. ગાંધીનગર જિલ્લા ન્યાયાધીશ હિતા ભટ્ટ દ્વારા અદાલત ખાતે ઇ- સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇ- સેવા કેન્દ્રનો હેતુ પક્ષકારો તેમજ વકીલને તેમના કેસોની મહિતી તેમજ ચુકાદાની નકલ સરળતાથી પેપરલેસ માધ્યમથી મળી રહે તેવો છે. આ ઉપરાંત નવા કેસમાં હવે ઇ-ફાઇલિંગ, ડિજીટલી અરજી કરવાની સુવિધા, ઓનલાઇન અપોઇન્મેન્ટ બૂકિંગની સુવિધા, જજ વિશેની માહિતી, કાનૂની સલાહ અને સહાય મેળવવા અંગે માર્ગદર્શન, વર્ચ્યૂઅલ કોર્ટના ઇ-ચલણ અંગે માહિતી, તેમજ વીડિયો કૉન્ફરન...