માર્ચ 12, 2025 6:28 પી એમ(PM) માર્ચ 12, 2025 6:28 પી એમ(PM)

views 9

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલે લોકોને ઝૂમાવ્યા હતા. હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓનાં હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યાં હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ મા...

માર્ચ 11, 2025 7:09 પી એમ(PM) માર્ચ 11, 2025 7:09 પી એમ(PM)

views 8

વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર

વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2025-26ની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર કરવામાં આવી છે. ગૃહમાં મુખ્યમંત્રી વતી માગણીઓ રજૂ કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ બે હજાર 542 કરોડ એટલે કે, 11.47 ટકા જેટલો વધારો કરી આ માગણીઓ મંજૂર કરવામાં આવી છે. શ્રી વિશ્વકર્માએ કહ્યું, હાલમાં રાજ્યના 99.92 ટકા ગામડાઓ પાકા રસ્તાથી જોડાયેલા છે. આ વખતના અંદાજપત્રની આ વર્ષની સૌથી મોટી બાબતો વિશે જણાવતાં તેમણે કહ્યું, ઉત્તર ગુજ...

ફેબ્રુવારી 21, 2025 7:22 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:22 પી એમ(PM)

views 7

વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતના બે વિધેયકો પસાર

વિધાનસભામાં આજે બે વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-૨૦૨૫ અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયકને ગૃહે મંજૂર કર્યુ છે. ક્લીનિકલ એસ્ટાબ્લિસમેન્ટ અંગેના કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ...

ફેબ્રુવારી 21, 2025 3:42 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:42 પી એમ(PM)

views 47

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે. ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડન હેલ્થકેર કાઉન્સિલલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્સિસલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોઇ રાજ્યમાં અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી...

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 56

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ સત્રને ધ્યાનમાં રાખી 6 નાયબ પોલીસ અધીક્ષક, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 660થી વધુ જવાન ફરજ પર તહેનાત રહેશે. જ્યારે વિશેષ...

ફેબ્રુવારી 18, 2025 7:26 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:26 પી એમ(PM)

views 4

દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે

દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થવાની શક્યતા છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાવાની શક્યતા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી છે.

ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM)

views 6

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે, જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું અંદાજ પત્ર રજૂ કરશે.

ફેબ્રુવારી 17, 2025 4:08 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 4:08 પી એમ(PM)

views 9

આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. તો 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ થશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે આ સત્રમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજના મુદ્દા રજૂ થશે. સરકારી વિધેયકો માટે ચાર બેઠકો યોજાશે. આ ઉપરાંત માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્ર સંદર્ભે આવતીકાલે ભાજપની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસ...

ફેબ્રુવારી 7, 2025 2:44 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:44 પી એમ(PM)

views 8

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાઝે ગઈકાલે જણાવ્યું કે, 70 વિધાનસભા મતવિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન ચૂંટણી પંચના કેન્દ્રીય નિરીક્ષક, ઉમેદવારો અને તેમના એજન્ટો તેમજ ચૂંટણી અધિકારીઓ હાજર હતા. તેમણે કહ્યું કે, ચકાસણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવારે કોઈ ફરિયાદ કરી નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો-ઇવીએમને કમિશન અને પોલીસ અધિકારીઓની કડક દેખરેખ ...

જાન્યુઆરી 31, 2025 6:29 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:29 પી એમ(PM)

views 6

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના સુબિરના પિપિલદહાડ ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. સુબિર તાલુકા વિસ્તારના લોક પ્રતિનિધિઓ તેમજ જાહેર જનતાની માંગણીને ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.