માર્ચ 31, 2025 6:52 પી એમ(PM) માર્ચ 31, 2025 6:52 પી એમ(PM)

views 14

ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ

ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના 10 યુવાનોએ બંધારણના 75 વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 108 યુવાનોએ ભાગ લીધો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ યુવાઓને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બનવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંસદમાં કચ્છની આયુષી કેનિયાએ પ્રથમ સ્થાન, વડોદરાની સોનાલીકા નિગમે દ્વિતીય સ્થાન અને ગાંધીનગરના પ્રથમ ટાકોલિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ત્રણ વિજેતાઓ કેન...

માર્ચ 28, 2025 7:11 પી એમ(PM) માર્ચ 28, 2025 7:11 પી એમ(PM)

views 154

વિધાનસભામાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર

વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર કરાયું. ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ અને મિલકતના હક આપી, વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો. ગૃહમાં ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક રજૂ કરતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં ફિશરીઝ ડેવલોપમેન્ટ અને એક્વાકલ્...

માર્ચ 28, 2025 6:36 પી એમ(PM) માર્ચ 28, 2025 6:36 પી એમ(PM)

views 7

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. આ ક્ષેત્રના વ્યાપક વિકાસ તેમજ જળચર ઉછેર, ઝીંગા ઉછેર, સી-વિડ ઉછેર અને સંવર્ધનમાં આ સુધારા વિધેયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શ્રી પટેલે ઉમેર્યું, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003માં સુધારો કરીને રાજ્યમાં ફિશરીઝ ડેવલોપમેન્ટ અને એક્વાકલ્ચર પ્રમોશન માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. સુધારા વિધેયકના પરિણામે રાજ્ય...

માર્ચ 28, 2025 6:34 પી એમ(PM) માર્ચ 28, 2025 6:34 પી એમ(PM)

views 12

રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક 2025 પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે. શ્રી પટેલે કહ્યું, કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે. આ કાયદા હેઠળ સિમેન સ્ટેશન, સિમેન બૅન્ક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનારી સંસ્થાઓ, સેવાઓ આપનારી સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે. તેમ જ આ કાયદા હેઠળ...

માર્ચ 21, 2025 7:08 પી એમ(PM) માર્ચ 21, 2025 7:08 પી એમ(PM)

views 31

10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે.વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે. અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 હજાર 939 નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક હજાર 639 ગરીબ કલ્યાણ મેળા દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે એક કરોડ 91 લાખ લાભાર...

માર્ચ 17, 2025 7:14 પી એમ(PM) માર્ચ 17, 2025 7:14 પી એમ(PM)

views 10

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આદિજાતિ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું કે ગયા વર્ષના 4 હજાર 374 કરોડ રૂપિયાની સામે આગામી વર્ષમાં 746 કરોડ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. જે વર્તમાન સરકારની આદિવાસી બંધુઓના વિકાસની ઈચ્છાશક્તિ દર્શાવે છે. આ બજેટ આદિજાતિ વિભાગના ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી વધુ રકમનું બજેટ છે. તેમણે જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજનામાં એક લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો લક્ષ્યાંક હાંસ...

માર્ચ 17, 2025 6:22 પી એમ(PM) માર્ચ 17, 2025 6:22 પી એમ(PM)

views 11

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી જેમાં મંત્રીઓએ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17 હજાર 695 કેસ કરી 309 કરોડ 25 લાખ રૂપિયાની વસુલાત કરાઈ છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અનેપંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસમાં 8 કરોડ 16 લાખ રૂપિયાથી વધુની નોટીસ ઇસ્યુ કરાઇ છે.જેમાં મહિસાગર જિલ્લામાં 154 કેસ કરી 2 કરોડ 29 લાખ રૂપિયાથી વધુનીતથા પંચમહાલ જિલ્લામાં કુલ 62...

માર્ચ 12, 2025 7:32 પી એમ(PM) માર્ચ 12, 2025 7:32 પી એમ(PM)

views 6

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી, અને કોઈપણ કરના દરમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. શ્રી દેવડાએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત મધ્યપ્રદેશ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે એકીકૃત પેન્શન યોજના લાગુ કરવાની પ્રક્રિયા પર વિચાર કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાશે. નાણામંત્રીએ 22 નવા ઔધોગિક તાલીમ સંસ્થા ITI શરૂ કર...

માર્ચ 12, 2025 7:11 પી એમ(PM) માર્ચ 12, 2025 7:11 પી એમ(PM)

views 48

વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું, આ વખતના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા-યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ બે હજાર 577 કરોડ રૂપ...

માર્ચ 12, 2025 6:30 પી એમ(PM) માર્ચ 12, 2025 6:30 પી એમ(PM)

views 8

વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય સરકારની નેમ છે. શ્રી પાનશેરિયાએ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી પાનશેરિયાએ કહ્યું, નોકરી કરતી મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ગા...