ઓક્ટોબર 5, 2024 10:07 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:07 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં આગામી 15 અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરની દ્વિપક્ષીય બેઠક અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કોલંબોમાં ગઈકાલે શ્રીલંકાના વિદેશમંત્રી વિજિથા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાનાં પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્તમાન વિકાસ સહાય ચાલુ રા...

ઓક્ટોબર 4, 2024 7:55 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:55 પી એમ(PM)

views 11

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કોલંબોમાં આજે શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાનાં પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્તમાન વિકાસ સહાય ચાલુ રાખવાની ખાતરી આપી હતી એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ડોક્ટર જયશંકરે શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી હારિણી અમારાસુરિયા સાથે...

સપ્ટેમ્બર 10, 2024 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:46 પી એમ(PM)

views 10

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની યાત્રા માટેનો તખ્તો ઘડશે. ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે.

ઓગસ્ટ 28, 2024 3:01 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:01 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. લેટિન અમેરિકન ક્ષેત્રમાં ચિલી ભારતનું મુખ્ય ભાગીદાર છે. શ્રી ક્લેવરેનની આગામી મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરીને ...

જુલાઇ 29, 2024 2:53 પી એમ(PM) જુલાઇ 29, 2024 2:53 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ડૉ. જયશંકર ગઈકાલે જાપાનની બે દિવસની મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ટોચના રાજદ્વારીઓને એકસાથે લાવશે. એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ બેઠક તેમના માટે ક્વાડના એજન્ડાને આગળ ધપાવવા અને અત્યાર સુધીની સિદ્ધિઓની સમીક્ષા કરવાની તક છે. ક્વાડ, આ ચાર દેશો વચ્ચેની રાજદ્વારી ભાગીદારી,ખુલ્લા, સ્થિર અને સમૃદ્...