ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)
5
વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી
વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે. તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી જયશંકરે બહેરીનની રાજધાનીમાં આ સંવાદના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે ગલ્ફ કો.ઓપરેશન કાઉન્સિલ-જીસીસી, ઈરાન અને ઈરાક સાથે વાર્ષિક વેપારમાં 170 થી 180 બિલિયન ડૉલરથી વધુનો વેપાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતે ભૂમધ્ય સમુદ્રના દેશો સાથે 80 થી 90 અબજ ડોલરનો વે...