માર્ચ 19, 2025 7:36 પી એમ(PM) માર્ચ 19, 2025 7:36 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું. એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાનાં લોકોને માનવીયસહાયતાનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

માર્ચ 7, 2025 7:26 પી એમ(PM) માર્ચ 7, 2025 7:26 પી એમ(PM)

views 6

ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશોએ પરસ્પર ફાયદાકારક, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અમેરિકામાં હતા અને તેમના સમકક્ષોને પણ...

ઓક્ટોબર 17, 2024 7:43 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:43 પી એમ(PM)

views 5

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેનેડામાં અનેક ત્રાસવાદીઓનાં પ્રત્યાર્પણ અને કામચલાઉ ધરપકડ માટે ભારતની 26 વિનંતિઓ અને હજુ પણ કેનેડા સરકાર સમક્ષ અનિર્ણિત છે. આ ત્રાસવાદીઓમાં ગુરજીત સિંઘ, ગુરપ્રિત સિંઘ, અર્શદીપ સિંઘ ગિલ અને લખબીર સિંહનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ભારતે લોરેન્સ બિશ્નોઇ સહિતની ગેંગના સભ્યો અંગે કેનેડાની સરકાર પાસેથી સલામતી સંબધિત માહિતી માંગી હતી અને કેનેડાને ...

સપ્ટેમ્બર 13, 2024 9:41 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટે ભારત સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. આ સાથે મુક્ત કરાયેલા ભારતીયોની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીની મુલાકાત અગાઉ 10 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારત-ચીન સંબંધો પર વિદેશ મંત્રીના...