ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે.