જાન્યુઆરી 23, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 2:07 પી એમ(PM)

views 6

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે, આ લક્ષ્યાંક સમગ્ર સરકારી દ્રષ્ટિકોણથી હાંસલ કરાશે અને સરકાર તેની દેખરેખ માટે એક સમિતિ પણ બનાવશે. શ્રી ગોયલે ઉમેર્યું, વિભાગ દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા G.I. ટૅગની સંખ્યા 605 છે. ગત 10 વર્ષમાં GI ટૅગ માટે અધિકૃત ઉપયોગકર્તાઓની સંખ્યા 365થી વધીને 29 હજાર થઈ છે. જ્યારે પેટન્ટની સંખ્યા 6 હજ...

જાન્યુઆરી 12, 2025 9:08 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 9:08 એ એમ (AM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, શ્રી ગોયલે મલાડના રહેવાસીઓ અને નજીકના વિસ્તારોના લોકો માટે ટ્રાફિક સરળ બનાવવા માટે ફ્લાયઓવરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે આ પ્રોજેક્ટને જાહેર કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું, કહ્યું કે તે હજારો મુસાફરો માટે ટ્રાફિક ભીડ ઘટાડશે અને સંપર્ક વધારશે.

જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM)

views 14

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસફૂડ પ્રદર્શનમાં બોલતા, તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14 થી 15 ટકાના વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય અને પીણા ક્ષેત્રને ઘણી સહાય આપી રહી છે અને હવે આ ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રને ટકાઉ બનાવવું એ સરકારન...

જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM)

views 5

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે.” શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું, “જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધી છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હાલમાં જૈવિક વસ્તુઓની નિકાસ છ હજાર કરોડ રૂપિયા છે, જે આગામી ત્રણ વર્ષમાં 20 હજાર કરોડ રૂપિયા થવાની સંભાવના છે.”

ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM)

views 5

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. આ કરાર હેઠળ બંને પક્ષો માટે અપાર શક્યતાઓ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે, ભારત ખાસ કરીને કરારના આધારે સંઘ દેશોમાંથી 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન, બંને પક્ષો દ્વિપક્ષીય વેપાર ભાગીદારીના તમામ પાસ...

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 5

સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે :વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે. ટેક્નોલોજી અને નવીનીકરણનાં રોકાણ માટે ભારતને મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપવાની હિમાયત કરતા શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તેની મજબૂત કાયદાકીય વ્યવસ્થાની સાથે એક નવું માળખું અમલમાં મૂકવાની યોજના ધરાવે છે જે વિશ્વસનીય ભાગીદારો વચ્ચે ડેટાના સુરક્ષિત અને મુક્ત પ્રવાહને સક્ષમ કરશે. યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની 'યુકે-ઈન્ડિયા ટેક્નોલોજી ફ્યુચર્સ કોન્ફરન્સ'માં બોલતા, શ્રી ગોયલ...