ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)
9
પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.