ઓગસ્ટ 27, 2024 3:37 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 3:37 પી એમ(PM)

views 9

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 76 ડેમ 100 ટકા, 46 ડેમ 70થી 100 ટકા, 23 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાઈ ગયા છે. ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ-અલર્ટ, 19 ડેમ અલર્ટ અને સાત ડેમ ચેતવણી પર છે. ગાંધી...

ઓગસ્ટ 27, 2024 2:35 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:35 પી એમ(PM)

views 4

ગુજરાતમાં અતિ ભારે વરસાદથી સર્જાયેલી પુરની સ્થિતિનો સામનો કરવા લશ્કરની મદદ લેવાશે

ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે.. રાજ્યના તમામ ઝોનમાં એક એક ટુકડી તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધીના જાહેર થયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબીમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.મોરબીના ટંકારામાં ચોવિસ કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. જ્યારે નર્મદા અને ઉકાઉ ડેમમા પણ પાણીની જળસપાટીમાં વધારાના કારણે ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના ...

ઓગસ્ટ 26, 2024 3:32 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:32 પી એમ(PM)

views 7

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી તેમજ સ્થિતિનો તાગ મેળવીને તમામ સહાયની ખાતરી આપી હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં...

ઓગસ્ટ 26, 2024 3:26 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:26 પી એમ(PM)

views 9

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી હાલ 1 લાખ 53 હજાર 832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે... સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવધ કર્યા છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ધરોઈ ડેમમાં ...

ઓગસ્ટ 26, 2024 3:25 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:25 પી એમ(PM)

views 6

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસી રહ્યો છે ભારે વરસાદ

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.. નવસારી જિલ્લા વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઇવે, જિલ્લાના 6 મુખ્યમાર્ગ અને પંચાયતના 110 રસ્તાઓ બંધ કરાયા છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તો ભરૂચ જીલ્લામાં...

ઓગસ્ટ 26, 2024 3:15 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:15 પી એમ(PM)

views 9

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વર...

ઓગસ્ટ 26, 2024 7:59 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 7:59 પી એમ(PM)

views 8

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. રાજ્યના 237 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, વડોદરાના પાદરામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ નોઁધાયો હતો. દરમિયાનહવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેરકર્યું છે. જેને પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 89 ટકા જેટલો ભરાયો, જ્યારે 72 ડેમ હાઇઅલર્ટપર છે. અનેક જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમે તૈનાત કરાઈ છે.

ઓગસ્ટ 23, 2024 8:43 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:43 એ એમ (AM)

views 9

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકધારા વરસાદને પગલે જનજીવન પર અસર પડી હતી.અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ગોહિલવાડ પંથકમાં આ વર્ષે મહુવામાં જ સારો વરસાદ પડ્યો છે. ભાવ...

ઓગસ્ટ 22, 2024 8:32 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 8:32 પી એમ(PM)

views 7

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસા તાલુકામાં જ્યારે ગાંધીનગર જિલ્લાનાં માણસા અને પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા તાલુકામાં દોઢ- દોઢ ઇંચ અને પાટણ તથા ઊંઝા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ આજે બપોરે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. એકાદ કલાકના સમયગાળામાં સરેરાશ અડધો ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચાંદખેડા...

ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM)

views 11

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે 71 મિલીમીટર વરસાદ આણંદના ખંભાત તાલુકામાં વરસ્યો હતો. જ્...