સપ્ટેમ્બર 6, 2024 3:35 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 3:35 પી એમ(PM)
7
દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધો
દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ બે ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા ...