ઓક્ટોબર 10, 2024 7:26 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 7:26 પી એમ(PM)

views 7

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે. બપોરે અમરેલીના રાજુલા અને જાફરા બાદ તેમજ કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.. માંડવી મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટા જ્યારે અબડાસાના બોહા અને મોટા કરોડીયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગીર સોમનાથના કોડીનાર માં પણ મુશળધાર વરસાદ પડતાં કારણે માર્કેટિંગ યાર્ડ ના શેડ નીચે પાણી વહેવા માંડ્યુ હતું. જેને કારણે તત્કાળ ધોરણે વેપારીઓ દ્વારા અનાજ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા પ...

ઓક્ટોબર 8, 2024 10:53 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:53 એ એમ (AM)

views 4

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો..ત્યારે જિલ્લામાં 2 લાખ 84 હજાર હેકટરમાં વાવેતર થઈ ગયું છે. જિલ્લાના 10 તાલુકાઓમાંથી 8 માં અનુમાન કરતા વધુ વરસાદ થયો છે. દિવેલાના પાકનું 3 હજાર 682 હેકટર જમીનમાં જ્યારે કપાસનું 4 હજાર 283 હેકટરમાં વાવેતર થયેલું છે. ડાંગરમાં 8 હજાર 100 હેકટરમાં અડદના પાકમાં 1 હજાર 971 હેકટરમાં ઘાસચારાનું 4 હજાર 189 હેકટરમાં, ધાન્ય પાકોનું 11 હજાર 833 હેકટરમાં વાવેતર થયેલું છે.

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 11

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 29, 2024 7:49 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:49 પી એમ(PM)

views 5

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં કુલ 77 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધારે સવા ત્રણ ઇંચ વરસાદ વડોદરા તાલુકામાં વરસ્યો હતો.. ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી બોટાદનો લીંબાળી બંધ છલકાઇ જતાં બંધના 6 દરવાજા અડધો ફુટ ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે. જિલ્લાના બરવાળા શહેરમાં ત્રણ માળના એક મકાન પર વીજળી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની કે ઇજા થઈ ન હતી. મહિસાગર જિલ્...

સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM)

views 7

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 185 ટકા વરસાદ ફક્ત કચ્છ ઝોનમાં, જ્યારે 145 ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને સૌથી ઓછો 114 ટકા વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ પણ અત્યાર સુધી 99 ટકા જેટલો ભરાઈ ગયો છે.

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 14

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. ...

સપ્ટેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઝારખંડ અને બિહાર, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન બિહારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે. કટિહાર, અરરિયા, મધેપુરા, શિયોહર અને અન્ય જિલ્...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 24, 2024 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 3:12 પી એમ(PM)

views 5

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે અડધો કલાકમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.. ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત રાત્રે ગાજવીજ અને પવન સાથે મુશળધાર ...

સપ્ટેમ્બર 24, 2024 3:14 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 3:14 પી એમ(PM)

views 7

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ...