જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM)

views 4

સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ જામ્યુ

નૈઋત્યનું ચોમાસુ સમગ્ર રાજ્યમાં જામ્યુ છે. ગઇકાલે રાજ્યનાં 201 તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ ગીરનાર, માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને જોતા 9 જેટલી NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરતમાં...

જૂન 25, 2024 4:06 પી એમ(PM) જૂન 25, 2024 4:06 પી એમ(PM)

views 39

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ, જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર તેમજ નર્મદામાં મોકલવામાં આવી છે. અગાઉ કચ્છ, રાજકોટ અને વલસાડમાં એક એક ટીમ મોકલવામાં આવી હતી. ગતમોડી રાતથી અત્યાર સુધીમાં કેટલાંક સ્થળો વરસાદ થયો હોવાના અહેવાલ છે, જેમાં અરવલ્લીમાં...

જૂન 25, 2024 2:55 પી એમ(PM) જૂન 25, 2024 2:55 પી એમ(PM)

views 20

ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી

દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિક્ષણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગ અનુસાર સિક્કિમ, તટિય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ જ્યારે કે કેટલાક અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઓડિશા, મરાઠવાડા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તટિય આંધ્ર પ્રદેશ, દક્ષિણ પૂર્વ અને પૂર્વી...

જૂન 18, 2024 4:32 પી એમ(PM) જૂન 18, 2024 4:32 પી એમ(PM)

views 2

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો.. જ્યારે તાપીના વ્યારા નગર સહિત આસપાસના ગામોમાં પણ હળવા વરસાદે રસ્તાઓને ભીંજવી દીધઆ હતા.