જુલાઇ 11, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:05 પી એમ(PM)

views 10

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ખેતી નિયામકની કચેરી દ્વારા દિવેલના પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના કેટલાક અગત્યના પગલાંઓ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા મુજબ, દિવેલના પાકોના વાવેતર સમયે છાણિયા અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરી શકાય. દિવેલના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી આવશ્યક છે. દિવેલાના પાકમાં જીવાતોનો ઉપદ્રવ કાબૂમાં રાખવા ...

જુલાઇ 9, 2024 8:07 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:07 પી એમ(PM)

views 21

રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતી કાલે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 121 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે રાજકોટના લોધીકા તાલુકામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ, બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ અને રાજકોટના ધોરાજીમાં 4 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મહેમદાવાદ તાલુકામાં બપોરનાં 12થી ...

જુલાઇ 9, 2024 3:55 પી એમ(PM) જુલાઇ 9, 2024 3:55 પી એમ(PM)

views 2

આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ ઓડિસામાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આશંકા છે. દરમિયાન ગુજરાત, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના તટિય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છ...

જુલાઇ 8, 2024 8:00 પી એમ(PM) જુલાઇ 8, 2024 8:00 પી એમ(PM)

views 3

રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ સૌથી વધુ એક ઇંચ વરસાદ કચ્છના ભુજ ખાતે નોંધાયો. તેમજ 10 તાલુકાઓમાં 10 થી 20 મિલિમિટર વરસાદ નોંધાયો છે, જ્યારે 41 તાલુકાઓમાં 1 થી 10 મિલિમિટર વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે, પીપલદહાડ ફીડરની વીજ લાઇન ઉપર વૃક્ષ ધરાશાઈ થતા, વીજ પ્રવાહ અવરોધાયો હતો. જ્યારે મહાલની ૧૧ KV ફીડર લાઇન ...

જુલાઇ 8, 2024 2:26 પી એમ(PM) જુલાઇ 8, 2024 2:26 પી એમ(PM)

views 1

દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઓડિશાના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ મેઘાલયમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, કેરાળ, માહે, લક્ષદીપ તેમજ કર્ણાટકના કાંઠા વિસ્તારોમા છ દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.

જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM) જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM)

views 3

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લાખાણી તાલુકામાં વરસ્યો. જ્યારે મહેસાણાના મહેસાણા અને બેચરાજી તાલુકામાં અને નવસારીના ચીખલીમાં પોણા ચાર ઇંચ, બનાસકાંઠાના વાવ અને સૂઇગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાલુકાઓમાં 3 ઇંચથી ઓછો વરસાદ ન...

જુલાઇ 2, 2024 3:23 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:23 પી એમ(PM)

views 3

રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદનું રેડ અને ઑરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખી બંને તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, સૌથી વધારે 4 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો. અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડોલવણ તાલુકાના આસોપાલવ ગામ નજીકના આંતરિયાળ ગામને જોડતા રસ્તા પર વિજ થાંભલો ધરા...

જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM)

views 2

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ..

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલી તાલુકામાં સવા નવ ઈંચ, ખંભાળિયામાં નવ ઈંચ, માણાવદર માં પોણા નવ ઈંચ, મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપર...

જુલાઇ 1, 2024 7:35 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:35 પી એમ(PM)

views 4

રાજ્યના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રિય થયું છેઆજે કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અમરેલી, મોરબી, જીલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતના અરવલ્લી, અમદાવાદ, ભરૂચ સુરત, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે. આજે રાજ્યના 194 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં ...

જુલાઇ 1, 2024 4:07 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:07 પી એમ(PM)

views 22

ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી..

ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થળઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યુ હતું.. IMDએ કહ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં આ મહિનાની 3 તારીખ સુધી ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામ...