નવેમ્બર 12, 2024 9:49 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:49 એ એમ (AM)

views 4

વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગમાં એકનું મોત

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમિટેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ સ્થળ ઉપર પહોંચ્યુ હતું.. આગ બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાઇ હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદમાંથી પણ ફાયરબ્રિગેડની એક ટીમ વડોદરા પહોંચી ગઇ હતી. મોડી રાત્રે આગને કાબુમાં લેવામાં સફળતા મળી છે પરંતુ આગને કાબુમાં લેનાર એક ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવ...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 6

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 11

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

સપ્ટેમ્બર 19, 2024 8:03 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:03 પી એમ(PM)

views 5

વડોદરા શહેરમાં માર્ગ મરામતના અંતિમ તબક્કામાં પાંચ હજાર જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હતા

વડોદરા શહેરમાં માર્ગ મરામતના અંતિમ તબક્કામાં પાંચ હજાર જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હતા. શહેરમાં છેલ્લા 3 દિવસમાં આશરે એક હજાર 250 જેટલા ખાડાઓ પુરવાની કામગીરી પુરી કરવામાં આવી છે. ગત માસમાં પડેલા અતિભારે વરસાદ બાદ લોકલ વાહન વ્યવહારને સુદ્રઢ બનાવવા માટે તંત્ર દ્વારા ખાસ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ ઝડપથી માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એમ.એલ.એ. ફંડ મારફત ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

સપ્ટેમ્બર 12, 2024 7:41 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 5

રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે – તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.પેકેજ અંતર્ગત લારી રેડકી ધારકને રૂપિયા પાંચ હજાર, 40 ચોરસ ફૂટ સુધીની નાના સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20 હજારની, 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની તેમજ મધ્યમ કક્ષાની પાકી દુકા...

સપ્ટેમ્બર 2, 2024 7:21 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

views 2

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનના કાર્યોની સમીક્ષા કરી હતી.શ્રી સંઘવીએ સર્વેની કામગીરી પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આગામી દસ દિવસ સુધી આરોગ્યલક્ષી સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૧૯ હજાર ૯૦૪ વ્યક્તિનું સ્થળાંતર અને ૬ હજાર ૩૩૦ લોકોનો બચાવાયા હતા. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વીમાકંપનીઓ સાથે સંકલન સાધીને વીમાની રકમ અસરગ્રસ્તોને ઝડપથી...

ઓગસ્ટ 30, 2024 7:50 પી એમ(PM) ઓગસ્ટ 30, 2024 7:50 પી એમ(PM)

views 1

વડોદરાના પૂરપ્રકોપને કારણે અસરગ્રસ્ત લોકોને સહાય માટે પાંચ કરોડ રૂપિયાની તાત્કાલિક અસરથી ફાળવણી કરતી રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.આપદાગ્રસ્ત પરિવારોને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે વડોદરા ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સફાઇ, આરોગ્ય, વીજળી પુનઃ સ્થાપન તથા માર્ગ દુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી હતી.વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિગ્રસ્તોને સહાયતા રકમ ચૂકવવા ઉપરાંત નુકસાનનો સર્વે કરવા માટે ૯૦ ટીમોની રચના કરાઇ છે, તેમાં આજે વિવિધ સ્થળે ફરજ બજાવતા ૬૦ તલાટી મંત્રીઓ...