ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM)
5
અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 16 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી આ ટ્રેનમાં 30 નવેમ્બર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ દરમિયાન આ ટ્રેને 3 કરોડ 12 લાખ રૂપિયાની આવક કરી છે અને તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચથી સજ્જ છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, સીસીટીવી, ફોન ચાર્જિંગ સહિતની સુવિધાઓ છે....