માર્ચ 7, 2025 5:57 પી એમ(PM) માર્ચ 7, 2025 5:57 પી એમ(PM)

views 2

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએરાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા-શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.શ્રી ગાંધી આવતીકાલે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે. 

ફેબ્રુવારી 2, 2025 8:56 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:56 એ એમ (AM)

views 5

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સદર બજારમાં એક જાહેર સભામાં દાવો કર્યો હતો કે દેશમાં નફરત અને હિંસા તેમજ પ્રેમ અને ભાઈચારાની વિચારધારાઓ વચ્ચે સંઘર્ષ છે. તેમણે બંધારણના રક્ષણ માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચાંદની ચોકમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો સાબિત ન કરી શકવા બદલ અરવિંદ કેજરીવાલની ટીકા કરી. તેમણે ભાર...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 4

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 12, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 2:20 પી એમ(PM)

views 7

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2020માં ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મનો ભાગ બનેલી પિડીતાના પરિવારજનોને મળવા માટે હાથરસ જવા રવાના થયા છે

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2020માં ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મનો ભાગ બનેલી પિડીતાના પરિવારજનોને મળવા માટે હાથરસ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે હાથરસના બુલગઢી ગામમાં સલામતી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગઈ કાલે રાહુલ અને તેમનાં બહેન તથા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને નવેમ્બર 2024માં ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલી હિંસામાં જીવ ગુમાવનારાઓનાં પરિવારજનોને મળ્યા હતા.

નવેમ્બર 8, 2024 7:57 પી એમ(PM) નવેમ્બર 8, 2024 7:57 પી એમ(PM)

views 2

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ- RSSના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ- RSSના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવી છે. ઝારખંડના સીમડેગા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનને સત્તા મળે તો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. શ્રી ગાંધીએ ભાજપની આદિજાતી સમુદાય અંગેની કથિત વિરોધી નિતીની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 13મી અને 20મી નવેમ્બરે બે તબક્કામાં યોજાશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાનારી કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાં...

નવેમ્બર 8, 2024 2:31 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:31 પી એમ(PM)

views 7

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જમશેદપુર અને સરાઈકાલે ખારસાવનમાં એનડીએના ઉમેદવારો માટે પ્રચાર મેદાનમાં ઉતરશે. ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણ મનોહરપુર તેમજ જગન્નાથપુરમાં ચૂંટણી સભા સંબોધશે. તો ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા અને મુખ્ય પ્રધાન હેમંત સોરેન રાજ્યભરમાં વિવિધ ચૂંટણી સભાઓ કરવાના છે. આ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓ પણ આજે પ...

સપ્ટેમ્બર 27, 2024 7:35 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:35 પી એમ(PM)

views 3

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અમદાવાદમાં આરટીઓ સર્કલ ખાતે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રીએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મહીસાગર કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની આગેવાનીમાં એક રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જ્યારે તાપીના વ્યારા ખાતે માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.બોટાદ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા...

સપ્ટેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)

views 5

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી હતી. હરિયાણાના કરનાલમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા શ્રી ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં યુવાનો બેરોજગારીને કારણે મુશ્કેલીને સામનો કરી રહ્યા છે. શ્રી ગાંધીએ ટેકાના ભાવ મુદ્દે કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને લોન માફી આપવામાં નિષ્ફળ રહી છે. હરિયાણમાં કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યની મહિલાઓને 300 યુનિટ મફત વીજળી અને 2 હજાર રૂપિયાનું પેન્શન આપશે.

સપ્ટેમ્બર 20, 2024 7:27 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:27 પી એમ(PM)

views 5

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડૉ.પ્રેમચંદ બૈરવાજીની ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સારંગપુર સર્કલ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. બીજીતરફ રાહુલ ગાંધી અંગે ભાજપના એક નેતા દ્વારા કરાયેલા કથિત ઉચ્ચારણોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવાયુ હતું.. તાપી ખાતે કોંગ્રેસ દ્વારા ધાર...

જુલાઇ 8, 2024 2:28 પી એમ(PM) જુલાઇ 8, 2024 2:28 પી એમ(PM)

views 10

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ આજે સવારે સિલ્ચર વિમાન મથકે ઉતર્યા અને ત્યારબાદ મણિપુરના જિરીબામ માટે રવાના થશે. દરમિયાન તેમણે ફુલેરતાલમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જ્યાં પૂર અસરગ્રસ્ત લોકોએ શરણ લીધી છે. આસામમાં પૂરને પગલે અંદાજે 23 લાખ લોકોને પ્રભાવિત થયા છે. ગત વર્ષે મે માસમાં હિંસા બાદ પૂર્વોત્તર રાજ્યોનો આ તેમનો ત્રીજો પ્રવાસ છે, જ્યારે વિપક્ષના નેતા તરીકે પહેલો પ્રવાસ છે. તેઓ જિરીબામ જિલ્લામાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે. અને ત્યાર બાદ ઇમ્ફાલ જશ...