સપ્ટેમ્બર 6, 2024 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 8:31 એ એમ (AM)

views 4

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે, ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં એનિમિયા પર આધારિત પ્રવૃત્તિઓ, ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના નદીસર ગામમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત મિલેટમાંથી બનાવેલી વાનગીઓ દ્વારા ગ્રામજનોને પોષણયુક્ત ખોરાક અંગેની સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળશક્તિ, માતૃશક્તિનો મહત્તમ ઉપયોગ કર...

સપ્ટેમ્બર 1, 2024 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 3:50 પી એમ(PM)

views 7

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે.

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 30 સપ્ટેમ્બર સુધી સાતમા "રાષ્ટ્રીય પોષણ માસ"ની ઉજવણી શરૂ થઇ છે. આ વર્ષનો ઉદેશ દેશમાં કુપોષણને નિર્મૂળ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે.આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની વિષય-વસ્તુ "તમામ માટે પોષ્ટીક આહાર" છે.આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે.