નવેમ્બર 26, 2024 9:49 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:49 એ એમ (AM)

views 4

દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે

દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે. દેશની સાથે રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ગત 22 વર્ષમાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 10.23 ટકાના વધારા સાથે અંદાજે 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. જ્યારે વાર્ષિક અંદાજે 173 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવે છે. આ સાથે રાજ્યની માથાદીઠ દૂધ ઉત્પાદકતા પ્રતિદિન 291 ગ્રામ વધીને 670 ગ્રામ સુધી પહોંચી છે.

નવેમ્બર 26, 2024 9:39 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:39 એ એમ (AM)

views 4

દેશભરમાં આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે

આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. દેશમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં દેશની અર્થવ્યવસ્થા અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ પશુધન અને ડેરી ક્ષેત્ર માટે ગોપાલ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ઘણા ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ અને દૂધ સંઘોની ભાગીદારી જોવા મળશે.