ફેબ્રુવારી 18, 2025 2:30 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:30 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ પાકિસ્તાનને કર્ણાટકના નૌકાદળ મથકની સંવેદનશીલ માહિતી લીક કરનાર 2 વ્યક્તિની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા- NIAના અધિકારીઓએ પાકિસ્તાનને કર્ણાટકના કારવાર નૌકાદળ મથક સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હૈદરાબાદથી આવેલી ટૂકડીએ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. સૂત્રોએ જણાવ્યું કે, સત્તાવાળાઓને શંકા છે કે, પાકિસ્તાની એજન્સીઓએ હની ટ્રેપિંગ દ્વારા આરોપીઓને ફસાવ્યા હતા. પાકિસ્તાનની મહિલા એજન્ટે આરોપીઓ અંગેની માહિતી એકત્ર કરી હતી અને ફેસબુક ફ્રેન્ડ બનાવીને કારવાર નૌકાદળ મથકની સંવેદનશીલ માહિતી મેળવી હતી.

ડિસેમ્બર 12, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:18 પી એમ(PM)

views 2

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી..એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને ગુરુવારે અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે.

નવેમ્બર 14, 2024 2:02 પી એમ(PM) નવેમ્બર 14, 2024 2:02 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે. N.I.A.એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીનગરમાં 2 બિનસ્થાનિક લોકોની હત્યા સંબંધિત કેસમાં કાર્યવાહી કરી છે. શ્રીનગરના જલદાગરમાં આવેલી મિલકતને ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધ અધિનિયમની ધારા 25 હેઠળ જપ્ત કરાઈ છે. મુખ્ય આતંકવાદી આરોપી હાલમાં શ્રીનગરની મધ્યસ્થ જેલમાં કેદ છે અને તેની પર કેસ ચાલી રહ્યો છે.