ડિસેમ્બર 24, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 8:00 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે ગ્રાહકોનાં રક્ષણ માટે જાગો ગ્રાહક જાગો એપ, જાગૃતિ એપ રજૂ કર્યું

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગુમરાહ કરતી ડાર્ક પેટર્નની ઓળખ કરવા અને ગ્રાહકોનાં સશક્તિકરણનાં હેતુથી અનેક પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો. જોષીએ ગ્રાહકોનાં રક્ષણ માટે જાગો ગ્રાહક એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ રજૂ કર્યું હતું. જાગો ગ્રાહક એપ ગ્રાહકની તમામ ઓનલાઇન પ્રવૃત્તિ દરમિયાન તમામ URL અંગે જરૂરી ઇ-કોમર્સ માહિતી પૂરી પાડશે, કોઇ URL અસલામત હશે તો એલર્ટ કરશે. જોષીએ ગ્રાહકોનાં અધિકારોનું રક્ષણ કરવા અને તેમનું સ...

ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચનાં સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9-15 કલાકે પ્રસારિત કરવામાં આવશે.

ડિસેમ્બર 24, 2024 9:29 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:29 એ એમ (AM)

views 5

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગ્રાહક ચળવળના મહત્વને ઉજાગર કરવા માટે દરવર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આજેરાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારોહની અધ્યક્ષતા કરશે.તેઓ આ પ્રસંગે ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે અનેક પહેલો શરૂ કરશે. મંત્રાલયે કહ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન ઈ-મેપપોર્ટલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 2.0,જાગો ગ્રાહક એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ...