સપ્ટેમ્બર 13, 2024 9:37 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2024 9:37 એ એમ (AM)

views 8

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિની હવે પછીની ચર્ચાઓમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિની હવે પછીની ચર્ચાઓમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે. ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ટ્રમ્પે ફિલાડેલ્ફિયામાં તાજેતરમાં કમલા હેરિસ સાથે થયેલી પ્રારંભિક ચર્ચામાં વિજયનો દાવો કર્યો હતો અને હેરિસ પર મોટાં ન્યૂઝ નેટવર્ક તરફથી આમંત્રણો ટાળવાનો આરોપ મૂક્યો હતો. જોકે કમલા હેરિસે વધુ ચર્ચાઓ માટે હાકલ કરતા જણાવ્યું કે મતદારો ચર્ચાઓ ચાલુ રાખવાની તરફેણમાં છે. એક સર્વે દર્શાવે છે કે 63% ચર્ચા નિરીક્ષકોને લાગ્યું કે હેરિસ વધુ સારું પ્રદર...

સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM)

views 5

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા.આ બેઠકમાં ઉમેદવારો સાથે ચૂંટણીમાં નાણાના નિયમો અને અન્ય માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  કેટલાક ઉમેદવારોએ રાજ્યના સંસાધનોના ઉપયોગ અને કેટલીક મીડિયા સંસ્થાઓના આચરણ અંગે ચૂંટણી પંચ સાથે તેમનીચિંતાઓ વ્યક્ત  કરી હતી. દરમિયાન આજે બપોરે રાષ્ટ્રીય ચૂંટણી પંચ ખાતે ચૂંટણી નિરીક્ષકો સાથે અલગથી ચર્ચા પણ કરવામાં આવી હતી.  અગાઉ ગઈકાલે, ચૂંટણી મંડળે ઘરે-ઘરે પ્રચારના પ્રતિબંધો પર ભાર મૂક્યો હતો. ...

સપ્ટેમ્બર 3, 2024 8:10 પી એમ(PM) સપ્ટેમ્બર 3, 2024 8:10 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ આ અગાઉ મુંબઇમાં ચૈત્ય ભૂમિ ખાતે બાબાસાહેબ ડોક્ટર બી આર આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારતીય બંધારણનાં ઘડવૈયાના મૂલ્યો અને આદર્શો આપણા રાષ્ટ્રનું માર્ગદર્શન કરતા રહેશે. અગાઉ સુશ્રી મુર્મુએ પૂણેમાં સિમ્બાયોસિસ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં હાજરી આપ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું ક...

ઓગસ્ટ 6, 2024 7:46 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:46 પી એમ(PM)

views 3

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી હતી.. બંને નેતાઓએ ભારત-ફિજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ સાથે આપણા સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ફિજી એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સ્ટેટ હાઉસ ખાતે ફિજીના પ્રમુખે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીનો એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ ગત ...

ઓગસ્ટ 2, 2024 8:03 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 8:03 પી એમ(PM)

views 5

વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યુંહતું કે આ પરિષદમાં  પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથેદેશમાં ન્યાય વ્યવસ્થાના નવા યુગની શરૂઆત થઈ છે.  તેમણે જણાવ્યું હતું લોકશાહીના સુચારૂ કાર્ય માટે, તેમણે રાજ્યપાલોને સલાહ આપી કે તેઓ સંબંધિત રાજ્યોના બંધારણીય વડા તરીકે આ સંકલનને કેવી રીતે પ્રોત્સાહન આપ...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

views 3

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જોખમો સામે ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ બાઇડને ગાઝા પટ્ટીમાં તણાવને ઓછો કરવાના પ્રયાસોના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. દરમિયાન બુધવારે તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિ...

જુલાઇ 31, 2024 2:28 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:28 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન છે. રાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM) જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગીલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્રદળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમુર્મુ 1999માં કારગિલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે શહીદોનું આ બલિદાન અને વીરતા પ્રત્યેક નાગરિકને પ્રેરિત કરતા રહેશે. આજે લોકસભા અને રાજ્યસભાએ કાર્યવાહીના પ્રારંભમાં કારગીલ યુધ્ધના વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા, તેઓ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે સૈન્ય કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય પાંચ જવાનો ગંભીર રીતે ઘવાયા છે. કઠુઆના બદનોટા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈન્ય વાહન પર આતંક...