જાન્યુઆરી 25, 2025 2:59 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 2:59 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ આ સંબોધનનું પ્રસારણ કરાશે. આકાશવાણી પોતાના પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરશે.

જાન્યુઆરી 24, 2025 7:47 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:47 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક્સ પર રાત્રે 9.30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે.

જાન્યુઆરી 24, 2025 6:35 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 6:35 પી એમ(PM)

views 10

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું કે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસનીઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સહભાગિતા એ બંને દેશોવચ્ચેની મિત્રતાને સમર્પિત હશે. રાષ્ટ્રપતિ પ્રબોવો 76માં પ્રજાસત્તાક દિવસનીઉજવણી પૂર્વે ચાર દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે ભારત પહોંચ્યા હતા.

જાન્યુઆરી 24, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:07 પી એમ(PM)

views 5

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ગઈ કાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ઘણાં લોકો આ પગલાંની દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા અને અમેરિકન લોકોને અમેરિકાનાં ઇતિહાસનાં ત્રણ મોટાં હત્યા કેસ અંગે જાણવાનો સમય પાકી ગયો છે. આ હૂકમમાં ટોચનાં વહીવટી અધિકારીઓને 15 દિવસમાં આ દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાની યોજના રજૂ કરવાનો નિર્દેશ...

જાન્યુઆરી 17, 2025 7:47 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:47 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ્ઠિત મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં ખેલાડીઓના ભવ્ય અને સર્વોચ્ચ નોંધપાત્ર રમતગમત પ્રદર્શન માટે આપવામાં આવ્યા હતા. પૅરા-શૂટિંગ કૉચ સુભાષ રાણા, શૂટિંગ...

જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ સંમેલનમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા બિન-નિવાસી ભારતીયોને સંબોધન કરશે. સુશ્રી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પ્રવાસી ભારતીયોને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પણ એનાયત કરશે. આ પુરસ્કાર બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળના વ્યક્તિ દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થાને ભારતમાં અથવા વિદેશમાં અસાધારણ સામાજિક તથા માનવતાવાદી કાર્ય અને તેમના દેશમાં ભારતની પ્રતિભા વધારવા માટે કરેલા નોંધપાત્ર યોગદા...

જાન્યુઆરી 1, 2025 2:23 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:23 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ,ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ 2025ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ,ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ 2025ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. ભારત અને વિશ્વ માટે વધુ સમાવેશક અને ટકાઉ ભવિષ્યની પણ સુશ્રી મુર્મૂએ પ્રાર્થના કરી હતી. ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા વર્ષને દેશની પ્રજાસત્તાક યાત્રામાં એક મહત્વનો વળાંક ગણાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે, આ વર્ષ આપણા સંવિધાનન...

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 7

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો 7 શ્રેણીમાં એનાયત કરાશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણમાં સિદ્ધિઓ માટે સરકાર બાળકોને બાળ પુરસ્કારથી સન્માનિત કરે છે. દરેક પુરસ્કાર મેળવનારને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકાના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી દિસાનાયકા અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે શ્રીલંકા ભારતની પાડોશી પ્રથમ નીતિ અને સાગર વિઝનનો મહત્વપૂર્ણ ભાગ છે. ભારત, નજીકના અને વિશ્વાસુ ભાગીદાર તરીકે, શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે તેમની સરકારના પ્...