નવેમ્બર 16, 2024 6:56 પી એમ(PM) નવેમ્બર 16, 2024 6:56 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ દુર્ઘટનામાં ઇજા પામેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈસીયુ વોર્ડમાં 54 બાળકને દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિ...

નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM)

views 3

ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને મૂળથી નાબૂદ કરવો જોઈએ :રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને તેના મૂળથી નાબૂદ કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં કેન્દ્રીય તાકેદારી પંચ – CVC દ્વારા આયોજીત તાકેદારી જાગૃતિ સપ્તાહ 2024 સમારોહને સંબોધિત કરતા આમ જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે અનેક નવી પહેલ શરૂ કરી છે. આ સંદર્ભે તેમણે ડાયરેક્ટ બિનિફિટ ટ્રાન્સફર સ્કીમ, ઇ- માર્કેટ પ્લેસ અને ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટનો ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય તકેદારી પંચના પી. કે. શ્રીવાસ્તવે જણા...

ઓક્ટોબર 11, 2024 9:29 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:29 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મુર્મુએ એક સંદેશમાં કહ્યું છે કે, દુર્ગા પૂજા અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યની વિજય અને સાહસનું પ્રતીક છે. આ પર્વ મા દુર્ગા પ્રત્યે પૂર્ણ સમર્પણ તેમજ તમામ ધર્મો વચ્ચે એકતા તેમજ સદભાવને વધારવાનો પ્રસંગ છે. તેમણે મા દુર્ગાથી એક સંવેદશનશીલ અને સમતામૂલક સમાજનાની સર્જનની કામના કરી, જેમાં મહિલાઓને આદર અને સમ્માન મળે.

ઓગસ્ટ 23, 2024 8:21 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:21 એ એમ (AM)

views 3

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથૉનના વિજેતાઓનું સમ્માન કરશે.રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે – ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.

ઓગસ્ટ 22, 2024 2:11 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:11 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને ‘વિજ્ઞાન રત્ન 2024’ પુરસ્કારથી સમ્માનિત કરાયા. ડૉ. આનંદરામક્રિષ્નનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી સમ્માનિય કરાયા. ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈના ડૉ. અવેશ કુમાર ત્યાગીને અણુ ઊર્જા ક્ષેત્રે ‘વિજ્ઞાન શ્રી’ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), પુણેના પ્રો. જયંત ભાલચંદ્ર ઉદગાંવકરને જૈવિક વિજ્ઞ...

ઓગસ્ટ 9, 2024 2:28 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:28 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઑકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.