માર્ચ 21, 2025 7:14 પી એમ(PM) માર્ચ 21, 2025 7:14 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, એઈમ્સ એક એવી સંસ્થા છે જેણે આરોગ્યસંભાળ, તબીબી શિક્ષણ અને જીવન વિજ્ઞાન સંશોધનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. શ્રીમતી મૂર્મુએ કહ્યું કે છેલ્લાં 69 વર્ષોથી, એઈમ્સ મૂલ્યો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને કારણે સમયની કસોટી પર ખરી ઉતરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે એઈમ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદે...

માર્ચ 11, 2025 7:35 પી એમ(PM) માર્ચ 11, 2025 7:35 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં તબીબો અને સંશોધકોની મહત્વની ભૂમિકા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં ડોકટરો અને સંશોધકોની મોટી ભૂમિકા છે.પંજાબના ભટિંડા ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના-AIIMSના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા, શ્રીમતી મુર્મુએ AIIMS ના ડોકટરોને અપીલ કરી કે તેઓ કૃષિ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને સંશોધન કરે જેથી સ્વસ્થ જીવનશૈલી અને સારી ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ આવે. તેમણે જણાવ્યું કે લોકોને માદક પદાર્થના વ્યસનથી થતા શારીરિક અને માનસિક નુકસાનથી વાકેફ કરવા જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુએ આધ્યાત્મિક અને સ...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'વિવિધતાના અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને હાથવણાટનું પ્રદર્શન કરશે. આ મહોત્સવ દક્ષિણ ભારત પર કેન્દ્રિત છે, જેમાં લક્ષદ્વીપ અને પુડુચેરી તેમજ પાંચ રાજ્યો - કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ચારસોથી વધુ કલાકારો...

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 85

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોના ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, દુર્ગાદાસ ઉઇકે એ જણાવ્યું હતું કે આ ઉત્સવ આદિવાસી કારીગરો અને ઉદ્યોગસાહસિકોને વિવિધ રાજ્યોના લોકોને તેમના ઉત્પાદનો અને રચનાઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. તેમણે કહ્યું કે આ મહોત્સવમાં છસોથી વધુ આદિવાસી ઉદ્...

ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટકની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ટેકનોલોજીકલ વિકાસના વર્તમાન યુગમાં, આપણે ખાતરી કરવી પડશે કે માનવીય મૂલ્યો અકબંધ રહે. રાષ્ટ્રપતિ આવતીકાલે રાંચીમાં બીઆઈટી મેસરાના હીરક મહોત્સવ સમારોહને સંબોધિત કરશે.

ફેબ્રુવારી 11, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:22 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, "સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવામાં નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્ર...

ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM)

views 23

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, "સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવામાં નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરા...

જાન્યુઆરી 25, 2025 7:58 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 7:58 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રને નામ સંબોધન કરતા સુશ્રી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાવતા જણાવ્યું કે, આપણું બંધારણ, આપણી સામૂહિક અસ્મિતાનો મૂળ આધાર છે, જે આપણને એક પરિવારની જેમ એકતાના સૂત્રની જેમ બાંધી રાખે છે. છેલ્લાં 75 વર્ષમાં બંધારણે આપણી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ માતૃભૂમિને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા બલિદાન આપનારા તમામ શૂરવીરોને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલી આપી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્...