સપ્ટેમ્બર 25, 2024 2:00 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 2:00 પી એમ(PM)
3
કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા : આ પહેલ અંતર્ગત લીધેલાં પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી
કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલાં કેટલાંક પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે.અમારા દિલ્હીના પ્રતિનિધી જણાવે છે કે, 25 સપ્ટેમ્બર 2014ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા, નવીનતાઓને પ્રોત્સાહન આપવા,વિશ્વ-કક્ષાની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા અને ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતાના હબ તરીકે સ્થાન આપવા માટે મેક ઇન ઈન્ડિયા પહેલ શરૂ કરી હતી.અવકાશથી લઈને સેમિકન્ડક્ટર અને ઈલેક્...