જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 27

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 15

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 6:46 પી એમ(PM)

views 22

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર -RTI ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર - RTI ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોર્ટલ દ્વારા લોકોને સરકારી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકોને ઝડપથી, પારદર્શક રીતે અને ઓછા ખર્ચે માહિતી ઉપલબ્ધ થશે. શ્રી અબ્દુલ્લાએ સંબંધિત અધિકારીઓને આ પહેલ વિશેની માહિતી શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું જેથી લોકો તેનો લાભ લઈ શકે.

જાન્યુઆરી 10, 2025 2:06 પી એમ(PM)

views 12

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની ‘કુંભવાણી’ ચેનલનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે શ્રી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ, સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપે છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કુંભ મંગલ ધૂનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આકાશવાણીની કુંભવાણી ચેનલ આવતીકાલથી 26 ફેબ્રુઆરી સુધી સવારે 5.55 થી રાત્રે 10 વગીને ૫ મિનિટ સુધી મહાકુંભના વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. કુંભવાણી ચે...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 20

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી  હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકા...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 25

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે. આ પ્રસંગે રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સ્પ...

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 19

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યો...

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 21

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 21

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન ...

ડિસેમ્બર 30, 2024 7:47 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં માહિતી-પ્રસારણ વિભાગ દ્વારા “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા

રાજ્યભરમાં માહિતી-પ્રસારણ વિભાગ દ્વારા “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા.આ અભિયાન અંતર્ગત એક હજાર ૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આજે રેડક્રોસના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો હતો.આગાઉ પણ રેડક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદના પત્રકારો માટે સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૧૮ જેટલા પત...