ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 3

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. આ પહેલા શ્રીપટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન કરી પૂજા કરી હતી. દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊભા કરાયેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી પટેલે યાત્રાળુઓ માટે કરાએલે વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.

ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે, પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન બાબતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, અને સુરતમાં અલગ અલગ 14 પોલીસ કેસ નોંધાયા હતા.

જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, શ્રી પટેલ દિલ્હીમાં ભારતીય ન્યાય સંહિતા કાયદા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી સંસદીય બૉર્ડની બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના સંભવિત નામોની યાદી અને પેનલ પર ચર્ચા કરાશે. આ યાદી સાથે મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હી જશે. તેઓ આવતીકાલે ઉમેદવારોની આખરી નામોની યાદી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરશ...

જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM)

views 2

મૌની અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે.તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે,. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ પાર કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમણે શ્રદ્ધાળુઓને નજીકના ઘાટમાં સ્નાન કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

જાન્યુઆરી 28, 2025 9:50 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:50 એ એમ (AM)

views 2

શિક્ષણ થકી દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ શકે તેવો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી

અમદાવાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આજે ગુરુબ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા દરેક સમાજ માટે ઉદાહરણ રૂપ બને એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પ્રસંગે સમાજને શિક્ષિત કરવાના મુદ્દા પર ભાર મુકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જેના થકી દરેક કામ સહેલાઈથી પૂર્ણ થઈ શકે છે. આજે દરેક સમાજ શિક્ષણ થકી આગળ આવી રહ્યો છે. ગુરુ બ્રાહ્મણ સમાજ એ પણ શિક્ષણ માટે નવા આયોજનો કરવા જોઈએ અને આ આયોજનમાં સરકારની જે પણ મદદની...

જાન્યુઆરી 24, 2025 3:48 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 3:48 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે. હાલના મુખ્ય સચિવ રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. તેઓ 1989ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. પંકજ જોષી પહેલી ફેબ્રુઆરી મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે.

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 3

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 2

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...