ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM)

views 7

વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી

વર્ષ 2030 સુધીમાં 'એઈડ્સ મુક્ત ભારત'ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસિકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યુ કે ગઇકાલે જાહેર કરાયેલા રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ હતું કે વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડમેપનો લક્ષ્યાંક છે.

ફેબ્રુવારી 21, 2025 3:43 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:43 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારના પ્રયાસને કારણે એઇડ્સના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવી છે. જે રીતે અગાઉ એઇડ્સના દર્દી સાથે જે વ્યવહાર થતો હતો, તેમાં પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે આ રોગ થવાના અનેક કારણો હોય છે તે કારણો અંગની લોકોને જાણકારી મળી તેમ તેમ આ રોગ પ્રત્યે જાગૃતિ ફેલાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ગઇકાલે જાહેર કરેલા બજેટમાં છેવાડ...

ફેબ્રુવારી 21, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:37 પી એમ(PM)

views 12

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે. આ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીમતી ગુપ્તાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીના લોકોને તેમના અધિકાર મળશે. દરમિયાન, દિલ્હી સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના મંત્રીઓના કાર્યાલયમાં તમામ નિમણૂક બંધ કરી દીધી છે.

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 52

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ સત્રને ધ્યાનમાં રાખી 6 નાયબ પોલીસ અધીક્ષક, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 660થી વધુ જવાન ફરજ પર તહેનાત રહેશે. જ્યારે વિશેષ...

ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM)

views 7

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે. આવતીકાલે અંબાજીથી આ અભિયાનના પ્રારંભ થશે જે અંતર્ગત દરરોજ પાંચ ગામોની મુલાકાત દ્વારા ૧૦૦ જેટલા લોકોને નશાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવાશે.

ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM)

views 12

રાજ્યના નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા

રાજ્ય સરકારે નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે, રૂપિયા 537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટઅને ભાવનગર મહાનગરપાલિકાઓને રૂ.૩૦૯ કરોડ ૭૨ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ૨૬૦ ઈલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે રૂ.૫૮ કરોડ ૪૭લાખની ફાળવણી માટે મંજૂરી આપી છે. દ્વારકા નગરપાલિકાને રૂ.૧...

ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 41

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....

ફેબ્રુવારી 14, 2025 3:54 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 3:54 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ-SOULનું કેમ્પસ ભૂમિપૂજન કર્યું. SOULનું આ કેમ્પસ 22 એકરમાં અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં નિર્માણ પામશે, જેમાં આરોગ્ય – શિક્ષણ - ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે. રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથ...

ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર (GCC) નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. આ નીતિના પરિણામે રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ થશે. GCC નીતિનો લક્ષ્યાંક નવીનતાને પ્રોત્સાહન આપવા સાથે વૈશ્વિક સ્તરે ગુજરાતને GCC માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે આ પ્રસંગે શ્રી પટેલે વિશ્વ...

ફેબ્રુવારી 11, 2025 3:23 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 3:23 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વૈશ્વિક ક્ષમતા કેન્દ્રમાં ભારત વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત થયું છે.