ઓગસ્ટ 23, 2024 8:50 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:50 એ એમ (AM)

views 9

શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે 80 કરોડ રૂપિયાનાં ખર્ચે 86 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.

ઓગસ્ટ 22, 2024 8:29 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 8:29 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વોર્સોમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્...

ઓગસ્ટ 16, 2024 7:47 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:47 પી એમ(PM)

views 9

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે ‘એટ હૉમ’કાર્યક્રમ યોજાયો હતો

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે 'એટ હૉમ'કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે આ કાર્યક્રમમાં સફાઈ કામદારો અને સમાજના શ્રમયોગીઓને 'એટ હૉમ'માં આમંત્ર્યા હતા...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું એ માટે રાજ્યપાલે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.. પંજાબના ગાયક જગત વર્માએ રાષ્ટ્રગીતોથી 'એટ હૉમ' કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન પણ આ અવસરે...

ઓગસ્ટ 16, 2024 7:58 એ એમ (AM) ઓગસ્ટ 16, 2024 7:58 એ એમ (AM)

views 8

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો.

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું... મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈને મહત્વની જાહેરાત કરતા આ યોજનાના લાભાર્થીઓની મા...

ઓગસ્ટ 15, 2024 7:25 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 7:25 પી એમ(PM)

views 9

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું... મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈને મહત્વની જાહેરાત કરતા આ મુજબ જણાવ્યું... (બાઇટ...

ઓગસ્ટ 12, 2024 3:50 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:50 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઇ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢમાં ધ્વજવંદન કરશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છમાં, પાણી-પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા બોટાદમાં, શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળવિકાસ મંત્રી ભા...

ઓગસ્ટ 9, 2024 9:51 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 9:51 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે થયેલા નુકશાન અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરાઈ હતી.. લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે અધિકારીઓ સાથે બેઠક કરીને લેવાયેલા પગલાંની માહિતી મેળવી હતી.. તાત્કાલિક, સફાઇ, ભરાયેલા પાણીનો નિકાલ અને...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 3

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...

જુલાઇ 16, 2024 4:08 પી એમ(PM) જુલાઇ 16, 2024 4:08 પી એમ(PM)

views 14

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પરિષદને ખુલ્લી મુકશે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ એક દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતાં, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, આ પરિષદનો ઉદ્દેશ્ય રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકંડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવાનો છે. તેમણે કહ્યું , આ પરિષદમાં સરકારી પ્રતિનિધિઓ, સેમી કંડકટર ક્ષેત્રની ટો...

જુલાઇ 9, 2024 3:58 પી એમ(PM) જુલાઇ 9, 2024 3:58 પી એમ(PM)

views 8

રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે કરાર થયા

રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે ભાગીદારી કરાર થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારીથી ડિજિટલ અર્થતંત્રમાં નવીનીકરણ અને રોકાણનું કેન્દ્ર બનવાનાં ગુજરાતનાં પ્રયત્નોને વેગ મળશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ ભાગીદારીથી રાજ્યમાં કુશળ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.