નવેમ્બર 10, 2024 7:58 એ એમ (AM) નવેમ્બર 10, 2024 7:58 એ એમ (AM)

views 8

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

રાજ્યભરમાં આવતીકાલથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો શુભારંભ કરાવશે. રાજ્યમાં અંદાજે 160થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે.જે માટે ઓનલાન નોંધણી કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. મગફળીની ખરીદી માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્ય સરકાર મગફળી ઉપરાંત અડદ અને સોયાબિનની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. વિવિધ જિલ્લાઓમાં સરકા...

ઓક્ટોબર 24, 2024 8:13 એ એમ (AM) ઓક્ટોબર 24, 2024 8:13 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઊર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને સંબોધતા જણાવ્યું કે આવી ટીમની કાર્યકુશળ ઊર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઊર્જાવાન બન્યું છે. વધુમાં તેમણે વાવાઝોડા, વરસાદ, પૂર જેવી કપરી સ્થિતિમાં વીજ પુરવઠાની કામગીરી કરવા બદલ ઊર્જા ટીમને અભિનંદન પાઠવ્...

ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 9

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 4, 2024 8:10 એ એમ (AM) ઓક્ટોબર 4, 2024 8:10 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 117 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના માંડવી ખાતે 117 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે અતંર્ગત તેઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 29 કરોડ 94 લાખ રૂપિયાના ખર્ચે બનેલી માંડવી ભાગ-બે અને ત્રણ જૂથ સુધારણા યોજના, ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 66. કે. વી ભાડિયા સબસ્ટેશન, શિક્ષણ વિભાગના અંદાજે 8 કરોડથી વધુના ખર્ચે 13 પ્રાથમિક શાળાઓમાં કુલ 47 નવીન ઓરડા, શાળા રિપેરિંગ તેમજ ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ મહેસૂલ વિભાગ, આરોગ્ય અને...

સપ્ટેમ્બર 18, 2024 11:05 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 11:05 એ એમ (AM)

views 6

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વનમંત્રી મૂળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 હજાર 300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વનમંત્રી મુળૂભા...

સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM)

views 11

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે. શ્રી પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિકકાર્યોનો પ્રારંભ કરાવ...

સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM)

views 7

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

સપ્ટેમ્બર 18, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 10:15 એ એમ (AM)

views 6

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત" વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી...

સપ્ટેમ્બર 17, 2024 7:21 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 7:21 પી એમ(PM)

views 8

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગઅને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી.રાજ્યમાં યોજાઇ રહેલી ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટમાં આ પ્રતિનિધીમંડળસહભાગી થયુ છે. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે આર્થિક અને પુનઃપ્રાપ્તઉર્જા, શહેરી વિકાસ તથાસેમીકોન સેક્ટરમાં સહભાગી થવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આ સંદર્ભમાં રોકાણ કરવા તથા સંબંધો વધુ સુદ્રઢ બનાવવા પરસ્પર વાતચીતનીહિમાયત કરી હતી. આ ઉપરાંત, સિંગાપોર ગ...

ઓગસ્ટ 26, 2024 3:15 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:15 પી એમ(PM)

views 9

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વર...