ફેબ્રુવારી 9, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:29 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. આ સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સાથે વિદ્યાલય અને છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે.આમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે.આ નવીન મહાવિદ્યાલયમાં હોલ, 10 વર્ગ ખંડો, છાત્રાલય માટે 49 રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર લેબ સહિત યજ્ઞ શાળા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

ફેબ્રુવારી 6, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:36 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે. શ્રી પટેલ આવતીકાલે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે.

ફેબ્રુવારી 2, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:27 એ એમ (AM)

views 10

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે.

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે. રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ સાથે સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને જામનગરમાં પણ મિલેટ મહોત્સવ યોજાશે. અમદાવાદ ખાતે યોજાનાર મિલેટ મહોત્સવમાં મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન – વેચાણ માટે 100 સ્ટોલ ઊભા કરાશે. ઉફરાંત મિલેટ પાક અંગે પરિસંવાદો યોજાશે. લોકો તથા ખેડૂતોને મિલેટ્સની વિશેષતા અંગે માર્ગદર્શન અપાશે. અમદાવાદ ખાતો યો...

ફેબ્રુવારી 2, 2025 8:11 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:11 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય, માર્ગ – મકાન, શિક્ષણ સહિતના કુલ 91 વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો. આણંદ જિલ્લાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીના હસ્તે ...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 8

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન ...

ડિસેમ્બર 25, 2024 3:19 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:19 પી એમ(PM)

views 8

રાજ્યના સામાન્યમાં માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું

રાજ્યના સામાન્યમાં માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની જન્મશતાબ્દિએ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી પટેલે અનેક પ્રજાલક્ષી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. પટેલે ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશીપ અને રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ જેવી વિવિધ પહેલો શરૂ કરી હતી. મુખ્યમંત્રીએ ડિજિટલ યુનિફાઈ...

ડિસેમ્બર 25, 2024 8:18 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:18 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું.આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 9

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 3, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:49 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે. બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલમાં સવારે 9-૦૦ વાગ્યાથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે 6 અને 7 ડિસેમ્બર 2024 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં રાજય કક્ષાનો 1(એક) અને તાલુકા કક્ષાના 13 (તેર) કુલ મળીને 14 કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખ...

નવેમ્બર 24, 2024 8:06 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:06 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં ઉચ્ચ સરકારી અધિકારીઓને અસરકારક ભૂમિકા નિભાવવા ટકોર કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટીતંત્રનાં તમામ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે સરકારી તંત્રએ એવી ભૂમિકા ભજવવી જોઇએ કે ખોટું કરનારના મનમાં તંત્રની બીક રહે. ગઈ કાલે સોમનાથમાં ચિંતન શિબિરના સમાપનમાં મુખ્યમંત્રીએ તાજેતરમાં બનેલા બનાવોને ધ્યાનમાં લઇને અધિકારીઓને જણાવ્યું હતું કે, સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કોઈ પણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવાનો અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ન થાય તેવો અભિગમ કેળવવો જોઇએ. દરમિયાન રાજ્ય સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા ...