માર્ચ 13, 2025 3:19 પી એમ(PM) માર્ચ 13, 2025 3:19 પી એમ(PM)

views 6

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને રહ્યું, જેના કારણે બાકીના અંતિમ સ્થાન માટે બંને ટીમો વચ્ચે મુકાબલો થયો. મુંબઈ ઈન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો થશે, જ્યાં તેમણે તાજેતરમાં ગુજરાત જા...

માર્ચ 10, 2025 1:28 પી એમ(PM) માર્ચ 10, 2025 1:28 પી એમ(PM)

views 14

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ આજે ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મુંબઈ અને ગુજરાત બંને દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ટોચ પર રહેનાર ટીમ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવશે. દિલ્હી કેપિટલ્સ હાલમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ પહેલાથી જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.

માર્ચ 3, 2025 3:08 પી એમ(PM) માર્ચ 3, 2025 3:08 પી એમ(PM)

views 8

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મૅચ રમાશે. ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. યુપી વૉરિયર્ઝ દિપ્તી શર્મા અને ગુજરાત જાયન્ટ્સ એશલી ગાર્ડનરનાં નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.

ફેબ્રુવારી 14, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:14 પી એમ(PM)

views 8

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગનો આજથી પ્રારંભઃ વડોદરામાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી સીઝનમાં આરસીબીએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની બે સીઝનમાંથી એક પણ મેચમાં સદી નોંધાઈ નથી.

ફેબ્રુવારી 6, 2025 7:51 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:51 પી એમ(PM)

views 7

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું. WPLની આ ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. સ્પર્ધાની મેચો બેંગલુરુ, લખનઉ અને મુંબઇ ખાતે પણ યોજાશે. આ પ્રસંગે હેડ કોચ માઇકલ ક્લિન્ગર, ખેલાડીઓ હરલીન દેઓવલ, શબનમ શકીલ અને ગુજરાત જાયન્ટ્સની માલિક અદાણી સ્પોર્ટ્સ લાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા ઉપસ્થિત રહ્યા હતા.