ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM)
2
પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે.
પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારતીય સ્કિમરને આ મહોત્સવ માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધા અને સંરક્ષણના સંગમનું પ્રતીક છે. દરમિયાન મહાકુંભમાં ગઇકાલે સાંજ સુધીમાં 1 કરોડ 21 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી . દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો આ ભવ્ય મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 51 કરોડ 31 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે.