ઓગસ્ટ 23, 2024 8:26 એ એમ (AM)

views 8

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી હતી. ડૉક્ટર માંડવિયાએ એથલિટને તેમના સારા પ્રદર્શન બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતે આ ચેમ્પિયનશીપમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક સહિત કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે.

ઓગસ્ટ 18, 2024 7:59 એ એમ (AM)

views 9

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો. નવા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી માંડવિયાએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો. મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, નાગરિકોના પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવાના ભાગરૂપે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી.બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિને જાણવાનો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગો સંબંધિત સમસ્યાઓ સાંભળીને તેનો...

જુલાઇ 19, 2024 8:02 પી એમ(PM)

views 6

મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે. ડૉ.માંડવિયાએ,નવી દિલ્હીમાં ભારતના ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સસાથેના સંવાદ સત્રમાં જણાવ્યું હતું કે ભારત, તેની વૈવિધ્યસભરવસ્તી સાથે,અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમણે કહ્યું કે ભારત ખેલાડીઓનેયોગ્ય સમર્થન અને તકો આપીને તેની મેડલ ટેલીમાં વધારો કરી શકે છે અને સરકાર આ દિશામાંપગલાં લઈ રહી છે. આ પ્રસંગે, તેમણે પેરિસ ઓલિમ્પિકમાંભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની તૈયારીઓને પ્રકા...

જુલાઇ 17, 2024 8:13 પી એમ(PM)

views 8

યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું – સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ.

યુ​વા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, દેશના યુવાનો ભવિષ્યના નીતિ ઘડવૈયા છે. તેમણે કહ્યું કે, સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.કેન્દ્રીય મંત્રીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા અને રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન ડો.માંડવિયાએ યુવાનોમાં પરિવર્તન લાવવાની ક્ષમતાને કારણે દેશ પ્રગતિ અને નવીનતા તરફ આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમનો ઉદ્દેશ એવોર્ડ વિજેતા યુવાનોની સિદ્ધિઓનીઉજવણી કરવાનો અને મેર...