જાન્યુઆરી 9, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:44 પી એમ(PM)

views 4

ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે 10 અને 11 જાન્યુઆરી સુધી ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે

ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે 10 અને 11 જાન્યુઆરી સુધી ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ ડી.પી.એ.ન્યુ કંડલા-કચ્છના તાબા હેઠળ આ ફાયરિંગ પ્રેકટીસ યોજાશે.તકેદારીના ભાગરૂપે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે કે ફાયરિંગ રેન્જમાં પ્રવેશબંધી ફરમાવાઇ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોકત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે પ્રતિબંધિત વિસ...

જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM)

views 3

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને ...

ડિસેમ્બર 12, 2024 6:17 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:17 પી એમ(PM)

views 4

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. જેથી ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા પશુઓને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.