જુલાઇ 29, 2024 3:50 પી એમ(PM) જુલાઇ 29, 2024 3:50 પી એમ(PM)

views 5

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨ લાખ ૬૪ હજાર ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે ૮.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદન...

જુલાઇ 22, 2024 2:28 પી એમ(PM) જુલાઇ 22, 2024 2:28 પી એમ(PM)

views 21

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

મહારાષ્ટ્રમાં, છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને જોતા નાગપુર સહિતના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દરમિયાન, ગઢચિરોલી અને ભંડારા જિલ્લાની સરહદે આવેલ વૈનગંગા નદી પર આવેલ ગોસીખુર્દ ડેમમાં વધારાના પાણીના નિકાલ માટે તમામ 33 દરવાજા એક મિટર સુધી ખોલવામાં આવ્યા. જેને પગલે નિચાણવાળા વિસ્તારોને ચેતવણી જાહેર કરાઈ ...