ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM)

views 7

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...

ઓગસ્ટ 28, 2024 7:12 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:12 પી એમ(PM)

views 7

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જે અંતર્ગત નર્મદા ડેમ હાલ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટરની આસપાસ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૦ હજાર ૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઇ રહેલી 20 હજાર ક્યુસેક પાણીની આવકના પગલે વાસણા બેરેજના 16 દરવાજા ખોલવામાં આવ્યા છે.

ઓગસ્ટ 28, 2024 7:11 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:11 પી એમ(PM)

views 7

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. જેમાં રોડરસ્તા, મકાનો અને ખેતી પાકોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે..જેમાં અરવલ્લીના સરડોઇ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી.. વરસાદી ભેજના કારણે મકાનની દીવાલ અને ધાબુ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી.. ભાવનગરમાં વરસાદ અને ભારે પવન વચ્ચે મહાદેવ ગાળામાં બે મહાકાય વૃક્ષ ધરાશાયી થયા હતા. વિશાળ વૃક્ષો ધરાશાઇ થતાં શેડને નુકસાન થયું હતું તેમજ આ વૃક્ષો નીચે રહેતા વિદેશી બગલાઓના પણ મોત થયા છે.. સંભવિત ભારે ...

ઓગસ્ટ 28, 2024 3:04 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:04 પી એમ(PM)

views 4

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ અને જયપુર એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે. આ ટ્રેનો મોડી ઉપડશે. આ ફેરફારથી અજાણ અનેક મુસાફરોને અગવડ પડી રહી છે. તેઓ વેસ્ટર્ન લાઇનનાં બોઇસર અને પાલઘર સ્ટેશનો પર ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે.

ઓગસ્ટ 28, 2024 3:02 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:02 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિતનાં કેટલાંક જિલ્લામાં પુરનું જોખમ હોવાની પણ ચેતવણી આપી છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 23 હજાર લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 1600 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન, છેલ્લાં 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મા...

ઓગસ્ટ 23, 2024 8:19 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:19 એ એમ (AM)

views 5

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે.

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે. પૂરને પગલે અંદાજે 1700 લોકોને અસર થવા પામી છે. કૈલાલી ગ્રામીણ નગર પાલિકા ઉપરાંત ભજનીસ ઘોડાઘોડી અને ગૌરી ગંગા નગર પાલિકા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. કટૈની, શિબગંગા, કાંડ્રા પથરૈયા અને મોહના નદીના પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. કેટલાક રહેણાંક વિસ્તારોમાં ભોજન અને જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ છે.

ઓગસ્ટ 22, 2024 3:42 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 3:42 પી એમ(PM)

views 10

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગ જિલ્લાના આહવા સહિત વિવિધ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.. તો અરવલ્લી જિલ્લામાં ગઇકાલે સાંજે મોડાસા, માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો..

ઓગસ્ટ 13, 2024 2:16 પી એમ(PM) ઓગસ્ટ 13, 2024 2:16 પી એમ(PM)

views 4

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય,પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે.આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ, રાયલસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે

જુલાઇ 31, 2024 2:40 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:40 પી એમ(PM)

views 3

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી છે. હવામાન વિભાગે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દેશના અનેક સ્થળ પર આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે

જુલાઇ 30, 2024 2:25 પી એમ(PM) જુલાઇ 30, 2024 2:25 પી એમ(PM)

views 4

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હૉસ્પિટલ્સમાં દાખલ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકો ફસાયા હોવાની પણ શક્યતા છે. અહીં પૂરના કારણે અનેક ઘર અને વાહનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા સશસ્ત્ર દળ પાસેથી મદદ માગી છે. કોઝિકોડ અને કન્નૂરથી સેનાના જવાનોને...