સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM)

views 12

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM)

views 4

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, કોંકણ, ગોવા અને ગુજરાતમાં આવતીકાલ સુધી વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ભારતમાં, હવામાન વિભાગે આજે કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક,...

સપ્ટેમ્બર 6, 2024 9:36 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:36 એ એમ (AM)

views 5

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે 11 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા, તટીય કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં નવમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઉત્તરપૂર્વ ભારત, આંદામાન નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલયની તળે...

સપ્ટેમ્બર 6, 2024 8:16 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 8:16 એ એમ (AM)

views 7

6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 190 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે સવા ચાર ઇંચ વરસાદ ગાંધીનગરના માણસા અને મહેસાણામના વિજાપુર તાલુકામાં વરસ્યો હતો. જ્યારે મહેસાણા, પ્રાંતિજ અને ડ...

સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM)

views 7

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM)

views 5

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

સપ્ટેમ્બર 2, 2024 3:27 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:27 પી એમ(PM)

views 8

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. અમરેલીના જાફરાબાદ બંદરે દરીયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવીને માછી...

સપ્ટેમ્બર 1, 2024 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 7:54 પી એમ(PM)

views 8

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ ઉપરાંત મગંળવારના રોજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી બીજી તરફ, પોરબંદરના દરિયાકિનારે અગાઉ 3 નબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, તેના બદલે હવે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 1, 2024 3:53 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 3:53 પી એમ(PM)

views 5

જ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચમાં, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમ જ વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધારે 24 ...