નવેમ્બર 3, 2024 1:56 પી એમ(PM) નવેમ્બર 3, 2024 1:56 પી એમ(PM)

views 2

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય તેવી શક્યતા છે. જ્યારે આ મંગળવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત દિલ્હી અને એનસીઆરમાં આગામી 2થી ત્રણ દિવસમાં સવારે અને રાત્રે ધુમ્મસ છવાઈ રહે તેવી શક્યતા છે.

ઓક્ટોબર 17, 2024 7:51 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:51 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત, તામિલનાડુ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક સપ્તાહ સુધી ઉત્તર-પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે.

ઓક્ટોબર 17, 2024 2:24 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:24 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોર સુધી દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દરિયો તોફાની રહેશે. માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો દરિયામાં ગયા હતા તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 9

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 12, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 9:20 એ એમ (AM)

views 4

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.. આજે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રવિવારે 13મી ઓક્ટોબરના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય તમામ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 11

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)

views 9

નેપાળમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરૃસાદને કારણે અત્યાર સુધીમાં 112 લોકા મોત થયા

નેપાળમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ,ને કારણે અત્યાર સુધીમાં 112 લોકા મોત થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અસંખ્ય લોકો ગૂમ થયાના અહેવાલ છે. રાજધાની કાઠમંડૂ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કાઠમંડૂના મોટાભાગનો વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. વરસાદને કરાણે કાઠમંડૂમાં વિમાન, ટ્રેન અને વાહનવ્યવહાર ઠપ થયા છે. 12 ઇંચથી વધુ વરસાદને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 100થી વધુના મોત, જ્યારે કે અંસખ્ય લોકો ઘવાયા હોવાના અહેવાલ છે.

સપ્ટેમ્બર 27, 2024 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:47 પી એમ(PM)

views 7

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.. જ્યારે આજે દિવસ દરમિયાન રાજ્યમાં સોથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 35 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સપ્ટેમ્બર 26, 2024 8:13 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 8:13 પી એમ(PM)

views 3

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્માં ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30થી 40 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે.. આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, દાહોદ જેવા જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શ...

સપ્ટેમ્બર 20, 2024 2:41 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 2:41 પી એમ(PM)

views 3

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન કોંકણ, ગોવા, મરાઠવાડા, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.