ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 29

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવાર...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 19

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 50

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 17

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:21 એ એમ (AM)

views 25

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીક્ષપાલના વડપણ હેઠળ રાજ્યસ્તરીય હ્રદયરોગ જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હ્યદયરોગની રોકથામ અને હ્યદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 31

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

ઓગસ્ટ 26, 2024 7:47 પી એમ(PM)

views 23

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી હતી. બેઠક દરમિયાન ભારત અને સિંગાપુરના નેતાઓએ બંને દેશો વચ્ચે ભાવી ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો અંગે ચર્ચા કરી. બંને દેશોએ છ મુખ્ય કેન્દ્રોની પસંદગી કરી છે. જેમાં ડિજીટલીકરણ, કૌશલ્યવિકાસ, સ્થિરતા, આરોગ્ય અને સારવાર તેમજ અત્યાધુનિક માળખાકીય વિકાસ અને નેટવર્કસેવાઓ સામેલ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, રેલવેઅને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષગોયેલ ઉપસ...

ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM)

views 22

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થય...

ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM)

views 13

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં ...