ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 4

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 7

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 6

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 14, 2024 7:10 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:10 પી એમ(PM)

views 8

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીનોને પણ ભણતર સહિત દરેક જગ્યાએ સમાન અધિકાર મળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તે ઉદેશ્ય સાથે વિવિધ દેશો સાથે મળી વિશ્વ કક્ષાની પરિષદનું દર વર્ષે આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આ ત્રિદિવસીય વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. 16 નવેમ્બર સુધી ચાલનાર આ વિશ્વ પરિષદમાં 63 દેશના 400 થી વધુ લોકોએ ભાગ લીધો...

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 9

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 203ના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 17.5 ઓવરમાં 141 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 7

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 4

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...