ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)

views 6

કચ્છ – સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ 35 લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું

ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ, 35 લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિતરણ કરાયું છે. તેમજ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની ૬૬૨ અરજીઓ પૈકીની ૩૦૦ અરજીઓનો ઓનલાઇન ડ્રો મંત્રીશ્રીના હસ્ત યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ...

ઓક્ટોબર 31, 2024 8:04 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 8:04 પી એમ(PM)

views 7

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, "દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણી એ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલી આ ટાઉનશીપમાં હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે પોતાના ઘરના ઘરમાં દિવાળી ઉજવી રહ્યા છે.