નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)
6
પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...