ઓગસ્ટ 6, 2024 2:33 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 2:33 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ પાડોશી દેશમાં વચગાળાની સરકાર રચવા માટેની કવાયત તેજ બની છે. દરમિયાન વિદ્યાર્થી સંગઠનોની માગ પર નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી યુનુસ ખાનને નવી સરકારના મુખ્ય સલાહકાર નિમાય તેવી શક્યતા છે. એક અહેવાલ પ્રમાણે બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસિના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી. દરમિયાન શેખ હસીનાના પુત્ર સાજીબ વા...

ઓગસ્ટ 6, 2024 2:31 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 2:31 પી એમ(PM)

views 7

બાંગલાદેશની ભૂ-રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી

બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં સમર્થન આપવા બદલ તમામ પક્ષોની સરાહના કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, આરોગ્ય મંત્રી જે પી. નડ્ડા ઉપરાંત વિપક્ષમાંથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના નેતા સુદિપ બંદોપાધ્યાય, NCP નેતા સ...

જુલાઇ 25, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 25, 2024 8:05 પી એમ(PM)

views 6

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા છે

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનોવચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યાછે. નવી દિલ્હી ખાતે પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતને બાંગ્લાદેશ સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. ઢાકામાં ભારતીય હાઈકમિશનરે વિદ્યાર્થીઓને સરહદ પાર કરવા અને હવાઈમથક સુધી સલામત રીતે ખસેડવાનીવ્યવસ્થા કરી છે. શ્રી જયસ્વાલે કહ્યું કે, વિદ્યાર્થીઓની મદદ માટેહેલ્પલાઈન સેવાઓ પણ ચોવીસ કલાક કામ કરી રહી છે. શ્રી જયસ્વાલે આશા વ્યક્ત કરી કે, બાંગ્લાદેશમાં સ...

જુલાઇ 22, 2024 3:48 પી એમ(PM) જુલાઇ 22, 2024 3:48 પી એમ(PM)

views 9

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા છે.જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનાં પ્રયત્ન ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના પગલે ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-99784 30075 જાહેર કરવામાં આવ્યો છે. આજે પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ભરૂચના-7, અમદાવાદ અને ભાવનગરના-2-2 તથા અમરેલી, મહેસાણા તથા પાટણના 1-1, એમ કુલ-14...